Serving Banskatha's cold storage industry since 2004
News • 22 July 2026

કારોબારી ની ૬ ઠ્ઠી મીટિંગ સ્પાર્કલિંગ ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે યોજાઈ

22 July 2026

નમસ્તે સાથી મિત્રો,

આજ રોજ કારોબારી ની ૬ ઠ્ઠી મીટિંગ સ્પાર્કલિંગ ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
આજે કારોબારી સમિતિ ના ૧૮ સભ્યો હાજર રહ્યા હતા.

  • ફેક્ટરી લાયસન્સ માટે જરૂરી ફોલ પ્રોટેકશન સિસ્ટમ ની કામગીરી કરતી બે કંપનીઓ ના અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી અને ફાયદાકારક ભાવ ટૂંક સમયમાં આપવાની ખાતરી આપી હતી.
  • કિશાન સંઘ દ્વારા આગામી દિવસોમાં પ્રાંત અધિકારી શ્રી ડીસા અને કલેકટર શ્રી ને પાલનપુર ખાતે બટાકાની મંદી અંગે માહિતી આપી ને ખેડૂતોને સહાય આપવા માટે આવેદન આપવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કિશાન સંઘ તરફથી તળશાજી માળી અને હીરાજી માળી હાજર રહ્યા હતા. ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહે તે અંગે કિશાન સંઘ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.
  • વેબ સાઇટ નુ કામ પૂર્ણ થવાના આરે છે જેમાં હજુ વધુ માહિતી ઉમેરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
    ટૂંક સમયમાં વેબ સાઇટ મા ઓનલાઇન થઈ જશે. જેના માટે કારોબારી સભ્ય સુરેશભાઈ ચૌધરી એ ખુબજ યોગદાન આપ્યું છે. વધુ માહિતી એકત્ર કરવા અને પ્રોસેસિંગ કંપનીઓ સાથે કામ કરવા પારદર્શિતા ના ભાગરૂપે ૫ સભ્યો દ્વારા સાબરકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન સાથે સંકલન કરીને ગાઇડલાઇન તૈયાર કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • GPCB લાયસન્સ માટે પ્રક્રિયા ઝડપી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
  • ⁠એનર્જી ઓડિટ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્શન માટે જરૂરી માહિતી એકત્ર કરી ને જાણકાર વ્યક્તિ ને કામ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
  • ⁠કોલ્ડ સ્ટોરેજ ઇન્ડસ્ટ્રી લેવામાં આવતા તમામ લાયસન્સ અને સર્ટિફિકેટ માટે લાઇઝનિંગ કરી શકે તેવા વધુમાં વધુ વ્યક્તિઓ ને જોડવા અંગે પણ ચર્ચા થઈ હતી.
  • આજે એસોસિએશન ને ઓળખ આપવાના હેતુથી AOP ને મંજૂરી આપવામાં આવી હતી. AOP ની નોધણી કરાવ્યા બાદ નવું PAN card માટે અરજી કરવાની પ્રક્રિયા કરવાની છે.
  • આજે બધા કારોબારી સભ્યો ની સંમતી થી દીપક નવીનચંદ્ર ગેલોત (નૂતન કોલ્ડ સ્ટોરેજ) ને ડીસા-બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન ના નવા સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આજની બેઠકમાં ખુબજ અગત્યના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા સમયમાં એસોસિએશન માટે યોગ્ય નિર્ણય લેવા માટે કોરોબારી સમિતિ એ મક્કમતા દર્શાવી હતી.

ધન્યવાદ.

આપના વિશ્વાસુ

પ્રમુખ/હોદ્દેદારો
ડીસા-બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન.

Related News